09 Feb 2017 | Thu
પારંપરિક આતિથ્યના હેતભર્યા ઓવારણા...

પારંપરિક આતિથ્યના હેતભર્યા ઓવારણા...

આપણે ત્યાં રામાયણકાળથી આદિવાસીઓના પ્રેમભર્યા આતિથ્યની પરંપરા ચાલી આવેલી છે, જ્યાં શબરીએ ભગવાન શ્રી રામને બોર ખવડાવીને તૃપ્ત કર્યા હતા. આતિથ્યની આ પરંપરા આદિવાસીઓમાં આજદિન સુધી અકબંધ રહી છે, જેના અનેક પુરાવા અમને ભાજપની 'આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા' દરમિયાન મળ્યાં. અમારી યાત્રા દરમિયાન અનેક આદિવાસીઓએ એમના આતિથ્યથી અમારા ઓવારણા લીધા અને અમને ભાવભર્યું નિમંત્રણ આપીને એમની સંસ્કૃતિ મુજબ ભોજન પીરસ્યું.

યાત્રાના બીજા દિવસે આવા જ એક પ્રસંગનો હું સાક્ષી બન્યો, જ્યાં વ્યારાના સુનિલભાઈ ગામીતના ઘરે મારા સહયાત્રીઓ સાથે સાંજે વાળુ કરવાનો મને લહાવો મળ્યો. એ દરમિયાન એમના પરિવારજનોને મળવાની તક પણ મળી. એમના પરિવારની બે દીકરીઓ રિદ્ધિ-સિદ્ધિને મળીને તથા એમના માતા-પિતાના આર્શીવાદ લઈને અંતરને અત્યંત આનંદ થયો.

રામાયણકાળથી ચાલી આવેલી આ પરંપરા આદિવાસીઓએ હજુ સુધી જાળવી રાખી છે અને ઘરે આવેલા અજાણ્યાને ભૂખ્યાં પેટ નહીં જવા દેવાની નેમ ટકાવી રાખી છે એ બદલ હું માત્ર ગુજરાતના નહીં દેશભરના આદિવાસીઓને અભિનંદન પાઠવું છું.

#આદિવાસી_વિકાસ_ગૌરવ_યાત્રા ના બીજા દિવસનું સંભારણું ( 8Feb 2017 )